વઘઇ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલુકા કક્ષાનો ‘કૃષિ મેળો’ યોજાયો 

Listen to this article

વઘઇ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલુકા કક્ષાનો ‘કૃષિ મેળો’ યોજાયો

વઘઇ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલુકા કક્ષાનો ‘કૃષિ મેળો’ યોજાયો

ડાંગ : તા: 28: ડાંગ જિલ્લા પંચાયત આહવાના ખેતીવાડી શાખા દ્રારા આયોજિત આંતરરાષ્ટીય મિલેટ વર્ષ – ૨૦૨૩ અંતર્ગત મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ કૃષિ યુનિવર્સિટી વઘઇ ખાતે તા. ૨૬ ના રોજ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને “તાલુકા કક્ષાનો કૃષિ મેળો” આયોજિત કરાયો હતો.

        આ કાર્યક્રમમા  વિજયભાઈ પટેલ જણાવ્યુ હતુ કે, પર્યાવરણ અને આરોગ્યના જતન અને જમીન સંરક્ષણ માટે મિલેટ ખેતીનો વિસ્તાર અને વ્યાપ વધે તે પ્રવર્તમાન સમય ની માગ છે. હાલમા આધુનિક ખેતી પહેલા મિલેટ (નાગલી,વરી વગેરે) પાકોની ખેતી આપણી સંસ્કૃતિ છે. જેનો આપણે શુદ્ધ ખોરાક લેતા લઇએ છે. માટે આ પાકોની જાળવણી કરવી આપણી ફરજ બને છે.

     વધુમા, ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમજ આ યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરી આર્થિક નફો મેળવવા પ્રયત્નો કરીને ખેતીને સમૃદ્ધ બનાવવા માટે  વિજયભાઇ પટેલે લોકોને અનુરોધ કર્યો હતો.

      આ કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને જણાવ્યુ હતુ કે, સરકારશ્રી દ્રારા વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. ત્યારે મિલેટ્સ પાકોના મહત્વ બાબતે લોકોમા જાગૃતી આવે, સાથે વધુ ઉત્પાદનની સાથે તેનો વપરાશ પણ થાય, અને ખેડૂતની આવકમા વધારો થાય તે માટે મિલેટસની ખેતી તરફ વળવા ખેડૂતોને આહવાન કર્યું હતુ.

        આ પ્રસંગે કે.વી.કે વઘઇના વડા અને વૈજ્ઞાનિક  જીગ્નેશ ડોબરિયા દ્વારા મિલેટનુ મહત્વ અને સ્વાસ્થવર્ધક ફાયદા બાબતે, તેમજ વૈજ્ઞાનિક શ્રી ર્ડા. હર્ષિલ પાટીલ દ્રારા મિલેટની ખેતી અંગેની આધુનિક માહિતી તેમજ હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર-વધઇ દ્વારા વિકસાવેલ નવી જાતો અંગેની જાણકારી આપવામા આવી હતી.

       આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન-TRFA યોજના હેઠળ, રવિ ચણા નિદર્શન કિટ વિતરણ કરવામા આવી હતી.

        આ કાર્યક્રમમા વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ  ચંદરભાઈ ગાવિત, ઉપપ્રમુખ શ્રીમતી વનીતાબેન, વઘઇ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ   પાવુલભાઈ ગામિત, સામાજિક આગેવાન સુભાષભાઇ ગાઈન, જિલ્લા ખેતીવાડી અધિકારી  એચ.એમ.પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર  સંજય ભગરિયા, તમામ તાલુકા અમલીકરણ અધિકારીઓ (ખેતી), તમામ વિસ્તરણ અધીકારીઓ/ગ્રામસેવકો તથા આત્માના કર્મચારી, માસ્ટર ટ્રેનર  સૂકીરાવભાઈ, વિવિધ શાખાના સ્ટોલ/ પ્રદર્શનના પ્રતિનિધિઓ તથા ખેડુતો હાજર રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close