આહવા તાલુકા પંચાયતમાં PMAYનાં લાભાર્થીઓના બાકી હપ્તા સત્વરે ચુકવવા પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ અધિકારીઓને સુચના આપી

Listen to this article

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં PMAYનાં લાભાર્થીઓ દ્વારા હપ્તા બાકી હોવાનાં બાબતે આહવા તા.પં.પ્રમુખને રજુઆત કરતા પ્રમુખ સુરેશભાઈ ચૌધરી એક્શન મોડમાં...

આહવા તાલુકા પંચાયતમાં PMAYનાં લાભાર્થીઓના બાકી હપ્તા સત્વરે ચુકવવા પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ અધિકારીઓને સુચના આપી

સાપુતારા :  પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આહવા તાલુકા પંચાયતનાં લાભાર્થીઓને ત્રીજા હપ્તાની રકમ આપવામાં આવી નથી.જેને લઈને લાભાર્થીઓ તથા આગેવાનોએ આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી.જે બાદ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ-પ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે અધિકારીઓને સંકલનમાં લઈ હપ્તાની રકમ જમા કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી.આહવા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રીજા હપ્તાની રકમ આપવામાં આવી નહોતી જેને લઈને લાભાર્થી તથા આગેવાનોએ તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશ ચૌધરીને રજૂઆત કરી હતી. ત્યારે આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, ઉપ-પ્રમુખ કમલેશભાઈ વાઘમારે અને કારોબારી ચેરમેન વિજય ચૌધરી દ્વારા લાભાર્થીઓને ત્રીજા હપ્તાની રકમ આપવા માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.અને પાંચ દિવસમાં 250 જેટલા લાભાર્થીઓના ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવશે એવી સૂચના આપવામાં આવી હતી. તેમજ કોઈપણ લાભાર્થીનું કામ પૂર્ણ થઈ ગયુ હોય તેઓને ખોટા આંટા ફેરા મરાવવામાં ન આવે તેવી પણ અધિકારીઓને સૂચના આપી હતી.વધુમાં લાભાર્થીઓનું કામ પૂર્ણ થયુ ન હોય અને કોઈ પણ મુંઝવણ જણાય તો તાલુકા પંચાયતનાં પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીનો સીધો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું હતુ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close