વલસાડ જિલ્લા સ્વાગત-વ–ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૨૬ પૈકી ૨૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

Listen to this article

 વલસાડ: તા. ૨૭ ઓકટોબર
દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઓક્ટોબર- ૨૦૨૩ નો સ્વાગત –વ- ફરિયાદ નિવારણ
કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં
તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ યોજવામાં આવ્યો હતો.
બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરએ સ્વાગત કાર્યક્રમમાં આવતા પ્રશ્નોના નિકાલ
બાબતે અરજદારોને સાંભળી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કુલ ૨૬ અરજદારોએ
પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પૈકી ૨૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રીએ
અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોના હકારાત્મક નિકાલ લાવ્યા હતા.
આ બેઠકમાં વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ,
જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, વલસાડ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામના
મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, તથા
વલસાડ, પારડી, ધરમપુર, વાપી અને ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સબંધિત
વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close