રાજ્ય સરકાર દ્રારા પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (પીએસએસ) થી મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખેડુતો પાસેથી સીધી ખરીદી કરશે

Listen to this article

રાજ્ય સરકાર દ્રારા પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (પીએસએસ) થી મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખેડુતો પાસેથી સીધી ખરીદી કરશે


ટેકાના ભાવે પાક ખરીદીની નોંધણી આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી કરી શકાશે

 તાપી : તા.૨૬: ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૩-૨૦૨૪માં રાજય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરવામાં આવનાર છે.
જણસી ટેકાના ભાવમાં મગફળીના-૬૩૭૭, મગ-૮૫૫૮, અડદ-૬૯૫૦,સોયાબીન-૪૬૦૦(પ્રતિ કિવન્ટલ રૂ/-)થી ખરીદી કરવામાં આવશે.

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા કરવામાં આવી રહેલ છે જેની નોંધણી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ , અધતન ૭-૧૨, ૮-અ ની નકલ, નમૂના ૧૨માં પાકની વાવણી અંગે એન્ટ્રીના થઈ હોય તે પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેન્ક એકાઉન્ટના પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ( IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે.
રાજ્યમાં મગફળી, મગ, અડદ, સોયાબીન પકવતા ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક તેવા ખેડુતો હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોઈ આ માટે સંબધિત ગ્રામપંચાતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા. તા.૨૧/૧૦/૨૦૨૩ થી તા.૧૮/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ / ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. જેની નોંધ લેવા જણાવ્યું છે.

નોધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close