ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

Listen to this article

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

સંકલન સમિતિના નિયત મુદ્દાઓની વિગતો ચોકસાઈ પૂર્વક મોકલવાની કલેકટરની સુચના

સંકલન સમિતિમાં પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેનારા અધિકારીઓનો જવાબ તલબ કરાશે

ડાંગ : તા: ૨૧: આગામી ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લેતા જિલ્લાના તમામ વિભાગો/કચેરીઓના કર્મચારીઓની માહિતી ચોકસાઈ સાથે ચૂંટણી તંત્રને મોકલવાની સૂચના આપતા ડાંગ કલેકટર  મહેશ પટેલે, દરેક જિલ્લા અધિકારીઓને કોઈ પણ કર્મચારીઓની વિગતો છુપાવ્યા વિના પારદર્શી રીતે સત્વરે મોકલી આપવાની તાકીદ કરી હતી.

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેકટરે સંકલન જેવી અગત્યની બેઠકમાં પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેનાર અધિકારીઓ બાબતે ગંભીર નોંધ લઈ, તેમને નોટિસ ઇસ્યુ કરી જવાબ તલબ કરવાની પણ તાકીદ કરી હતી.

આગામી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઇ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પરસ્પર સંકલન, અને સહયોગ સાથે કાર્યક્રમ આયોજન, લક્ષ્યાંકોની પૂર્તિ સહિત વિકાસ કામો પૂર્ણ કરવાનું આહવાન પણ ડાંગ કલેકટર  મહેશ પટેલે આ વેળા કર્યું હતું.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા કલેકટર  પટેલે જિલ્લામા સ્વચ્છ ભારત મિશન, કળશ યાત્રા જેવા ફ્લેગશીપ કાર્યક્રમો બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારી  આર.એમ.ડામોરે પણ જિલ્લા અધિકારીઓને વિશેષ જાણકારી પુરી પાડી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમા, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તી નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઈન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ, સી.એમ.ડેશબોર્ડ, ગ્રામસભા અને સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો વિગેરેની પણ સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતુ.

બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી  આર.એમ.ડામોર, પોલીસ અધિક્ષક  યશપાલ જગણીયા, નાયબ વન સંરક્ષક  રવિ પ્રસાદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  શિવાજી તબિયાર સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.બેઠકનું સંચાલન ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર  એસ.બી.તબિયારે કર્યું હતું. દરમિયાન જિલ્લા અધિકારીઓએ ચૂંટણી અને ડિઝાસ્ટર જેવી સંવેદનશીલ કામગીરી પરત્વે સૌને તેકેદારી દાખવવાનો પણ અનુરોધ કરાયો હતો.

કલેકટર એ ગત દિવસો દરમિયાન જિલ્લામાં યોજાયેલી GPSCની પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લાના શિક્ષણ વિભાગ સહિત પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવાળી પૂર્વેની શક્યત: છેલ્લી સંકલન બેઠકમાં કલેકટરે સૌ અધિકારીઓને દિવાળી અને નવાવર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close