રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની સીધી ખરીદી કરાશે 

Listen to this article

 

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની સીધી ખરીદી કરાશે

ડાંગ : ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ મા રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામા આવનાર છે.જેમા ડાંગર (કોમન), ટેકાના ભાવ (પ્રતિ ક્વિ) રૂ.૨૧૮૩, ડાંગર (ગ્રેડ-એ) રૂ.૨૨૦૩, મકાઇ રૂ.૨૦૯૦, બાજરી રૂ.૨૫૦૦, જુવાર (હાઇબ્રીડ) રૂ.૩૧૮૦, જુવાર રૂ.(માલદંડી) રૂ.૩૨૨૫, રાગી રૂ. ૩૮૪૬ ભાવ નક્કી કરવામા આવેલ છે.

      લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમા સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VOE મારફતે તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા. ૩૧/૧૦/૨૦૨૩ સુધી કરવામા આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જણાવવામા આવેલ છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અની નકલ, ગામ નમુના ૧૨મા પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમા ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગી પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ, આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામા આવે છે.

ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-ર૪ અંતર્ગત ટેકાના ભાવે ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધી કરવામા આવનાર છે.

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામા આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનુ રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે જેની નોંધ લેવા પણ જણાવાયુ છે.

નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહીં કરવામાં આવે તેની ખાસ નોંધ લેવી.

ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત ટેકાના ભાવે થયેલ ખરીદી સબબ ખેડૂતોને ચુકવણા PFMS પોર્ટલ મારફત કરવામાં આવશે. જે તેઓની ખરીદીના ૪૮ કલાકમા નાણા ચુકવવામા આવશે.

નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાયતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક સાધવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. આહવાના મેનેજર દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close