દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ગેરકાયદે લઈ જવાતા સાગી લાકડાં પકડી પડ્યાં

Listen to this article
  •   ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચિચીનાગાવઠા રેંજનાં વનકર્મીઓની ટીમે કુડકસ ગામ નજીકથી સાગી ચોરસા ભરેલ પિકઅપ ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
              પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીના(આઈ.એફ.એસ)ની ટીમે તેઓનાં હદ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીના(આઈ.એફ.એસ)ને બાતમી મળી હતી કે આહવા-વઘઇ રોડ પર આવેલ ગીરાદાબદર ફાટક પાસેથી પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા ભરી લઈ જવાઈ રહ્યા છે.જેથી ચિચીનાગાવઠા રેંજનાં કર્મીઓમાં આર.એફ.ઓ સુરેશ મીના(આઈ.એફ.એસ)જી.એ.માહલા રાઉન્ડ ફોરેસ્ટર, એચ.જે.ચૌધરી સહીત અપસાના કુરેશી રાઉન્ડ ફોરેસ્ટરનાઓએ ગીરાદાબદર ફાટક પાસે વોચ ગોઠવી હતી.તે વેળાએ ટાટા પિકઅપ ગાડી.ન.જી.જે.05.સી.ડબ્લ્યુ.1489 શંકાસ્પદ લાગતા ઉભી રાખી ચેક કરતા હતા.તે દરમ્યાન પિકઅપ ગાડીનાં ચાલકે રિવર્સ મારી કુડકસ ગામ તરફ હંકારી મૂકી હતી.બાદમાં ચિચીનાગાવઠા રેંજનાં વનકર્મીઓની ટીમે આ પિકઅપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા કુડકસ ગામ નજીક ચાલક દ્વારા ઉભી રાખી તે અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.વનકર્મીઓની ટીમે ટાટા પિકઅપ ગાડીની અંદર તપાસ કરતા તેમાંથી સાગી ચોરસા નંગ-15 ઘનમીટર 2,518 જેની અંદાજીત કિંમત 91,115 તથા પિકઅપ ગાડીની કિંમત 4,40,000 મળી કુલ 5,31,115 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.હાલમાં ચિચીનાગાવઠા રેંજનાં આર.એફ.ઓ સુરેશ મીના (આઈ.એફ.એસ)દ્વારા મુદ્દામાલનો કબ્જો મેળવી આ લાકડા ક્યાંથી કપાયા અને કોણે કટિંગ કર્યા અને ક્યાં લઈ જવાતા હતા જેની તપાસ હાથ ધરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close