ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ચીખલી રેંજમાં લાગુ વાસુર્ણા ગ્રામ સમિતિ દ્વારા ગ્રામજનોને તાડપત્રીનું વિતરણ

Listen to this article

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ચીખલી રેંજમાં લાગુ વાસુર્ણા ગ્રામ સમિતિ દ્વારા ગ્રામજનોને તાડપત્રીનું વિતરણ કરાયુ.

        દક્ષિણ ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ ચીખલી રેંજમાં લાગુ વાસુર્ણા ગામે સ્થાનિક વન સમિતિ વિવિધ વિકાસકીય કામગીરી કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે.દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ ચીખલી રેંજનાં આર.એફ.ઓ સરસ્વતીબેન ભોયા દ્વારા સને 2022/23નાં વર્ષમાં ચીખલી રેંજમાં લાગુ વાસુર્ણા ગ્રામ વન સમિતિને સૂકા તેમજ પડઝડ તથા વાંકા ચુકા એવા વાંસ કટિંગની કામગીરી સોંપી હતી.અહી વાસુર્ણા ગામની વન સમિતિ દ્વારા વાંસ કટિંગની કામગીરી ઠેકેદારોને સોંપી સારૂ એવુ આર્થિક ઉપાર્જન મેળવેલ હતુ.વાંસ કટિંગની કામગીરીમાંથી ઉપાર્જન સ્વરૂપે મળેલ નાણાનો યોગ્ય ઉપયોગ થાય તથા તેનો લાભ દરેક પરીવારને મળે તેવા હેતુસર આજરોજ વાસુર્ણા ગ્રામ સમિતિનાં પ્રમુખ શીલા કાળુ પવાર,મંત્રી ભાઉરાવ જમસ્યા પવાર તથા રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી,પોલીસ પટેલ સુરેશભાઈ ગાયકવાડ,માજી સરપંચ અનિલભાઈ ગાવીતનાઓનાં હસ્તે દરેક પરિવારને તાડપત્રીનું વિતરણ કરાયુ હતુ.આ પ્રસંગે ચીખલી રેંજનાં આર.એફ.ઓ સરસ્વતીબેન ભોયા તથા વનકર્મીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.અહી વાસુર્ણા ગ્રામ વન સમિતિ દ્વારા સ્થાનિક કક્ષાએ રોજગારીનું સર્જન કરી નવી આવક ઉભી કરી આ આવકને સ્થાનિક લેવલે જ લોકભોગ્ય બનાવતા આ સકારાત્મક નિર્ણયને વન વિભાગ દ્વારા આવકાર્યો હતો..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close