મંત્રી કુંવરજીભાઈ હળપતીનો પ્રજા જોગ સંદેશ ( सिर्फ गुजरात राज्य के लिए )

Listen to this article

આદિજાતિ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતીનો પ્રજા જોગ સંદેશ

સુરત, ડાંગ, ભરૂચ અને તાપી જિલ્લાના નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર ૮૧૭૧૮૩૭૧૮૩ (whatsapp ) શરૂ કરાયો

મંત્રી કુંવરજીભાઈ હળપતીનાં ઓનલાઈન પોર્ટલ પર whatsapp દ્નારા અરજી અને ફરિયાદ કરી શકાશે

“આ પોર્ટલ ઉપર આજ દિન સુધી ત્રણ હજારથી વધુ અરજીઓ મળી અને 2300થી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ પણ થઇ ગયો છે.”- મંત્રી કુંવરજીભાઈ હળપતી*

 તાપી.તા.૦5: કુંવરજીભાઈ હળપતિ મંત્રી (રાજય કક્ષા), આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ – ગુજરાત સરકાર દ્નારા સુરત, ડાંગ, ભરૂચ અને તાપી જિલ્લા માટે પ્રજાની અરજી અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ( whatsapp ) ૮૧૭૧૮૩૭૧૮૩ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનથી શરૂ કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો.

મંત્રી કુંવરજીભાઈ હળપતિના જણાવ્યા અનુસાર આ પોર્ટલ ઉપર આજ દિન સુધી ત્રણ હજારથી વધુ અરજીઓ મળી છે. અને 2300થી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ પણ થઇ ગયો છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આવનાર દિવસોમાં આ પોર્ટલને વધુ સરળ બનાવી ગામે ગામ સુધી પહોચાડી શકાય તેવા અમારા પ્રયાસો રહેશે. વધુમાં ભવિષ્યમાં સુરત, ડાંગ, ભરૂચ અને તાપી સિવાય પણ સમગ્ર રાજ્યમા લોકો સુધી આ પોર્ટલના માધ્યમ થકી પહોચવાની દિશામાં અમે કાર્ય કરી રહ્યા છે એમ ઉમેર્યું હતું.

અરજી અને ફરિયાદ માટે નિચેના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧. આદિજાતિ વિકાસ વિભાગ, ૨. વન અને પર્યાવરણ વિભાગ, ૩. ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ ૪. ખેતી વિભાગ ૫. સિંચાઈ વિભાગ ૬. શ્રમ અને રોજગાર વિભાગ ૭. શિક્ષણ વિભાગ ૮. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ ૯. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૦. મકાન અને માર્ગ વિભાગ ૧૧. એસ.ટી. વિભાગ ૧૨. પોલીસ વિભાગ ૧૩. પશુપાલન વિભાગ ૧૪. અન્ય વિભાગની ફરિયાદ કરી શકાશે.

*અરજી કરવાની પધ્ધતી*
સૌ પ્રથમ હેલ્પલાઈન નંબર પર whatApp દ્વારા “HI” મેસેજ કરો.
-ત્યારબાદ જે તે વિભાગમાં અરજી કરવા માંગતા હોય તે વિભાગ સામે આપેલ નંબર દાખલ કરો.
-તમારું નામ, સરનામું, કયા જિલ્લા માટે અરજી કરવા માંગો છો, અરજીનો વિષય અને અરજીની વિગત દાખલ કરો.
-આપને અરજીની નકલ અને અરજી નંબર મળશે.
-ત્યારબાદ તમારી અરજી જે તે વિભાગમાં પહોંચી જશે.
-અરજી નંબરની મદદથી આપ અરજીનું સ્ટેટસ જોઈ શકો છે.

મંત્રી કુંવરજીભાઈ હળપતિએ અંતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે સક્રિય રીતે કામગીરી કરી પ્રજાકલ્યાણની તેવડ હાંશલ કરી છે. જેના થકી ગુજરાતમાં છેવાડાના માનવી સુધી પહોચી તેઓના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી શકે તે માટે આ પોર્ટલની શરૂઆત કરી છે. જેનો લાભ તમામ નાગરિકો લે તે માટે મંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close