ડાંગ ની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચિંચપાડા ખાતે  શિક્ષક નિવૃત થતા વિદાયની સાથે સન્માન સમારોહ યોજાયો..

Listen to this article

ડાંગ ની ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચિંચપાડા ખાતે  શિક્ષક નિવૃત થતા વિદાયની સાથે સન્માન સમારોહ યોજાયો..

.સાપુતારાડાંગ આહવા તાલુકાનાં ચિંચપાડા ખાતે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવનાર મદદનીશ શિક્ષક કિશોરસિંહ ગણપત સિંહ સોલંકીનું વય મર્યાદાના કારણે નિવૃત્તિ થઈ હતી.ત્યારે શાળામાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.આહવાના ચિંચપાડા ખાતે આવેલ સુમંગલમ ટ્રસ્ટ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કિશોર સિંહ ગણપતસિંહ સોલંકી તા. ૧૧-૦૬-૨૦૦૨ થી મદદનીશ શિક્ષક તરીકે જોડાયા હતા. અને તા. ૧૧-૦૬-૨૦૦૨ થી તા. ૨૩-૦૧-૨૦૦૯ સુધી મદદનીશ શિક્ષક તરીકે તા. ૨૪-૦૧-૨૦૦૯ થી તા. ૦૪-૧૧-૨૦૦૯ સુધી ઈન્ચાર્જ આચાર્ય તરીકે, તા. ૦૧-૧૧-૨૦૦૯ થી તા. ૩૧-૧૦-૨૦૦૨૧ સુધી મદદનીશ શિક્ષક તરીકે તથા તા. ૦૧-૧૧-૨૦૨૧ થી તા. ૦૭-૦૮-૨૦૨૩ સુધી ઈન્ચાર્જ આચાર્ય તરીકે અને તા. ૦૮-૦૮-૨૦૨૩ થી તા. ૩૧-૧૦-૨૦૨૩ સુધી મદદનીશ શિક્ષક તરીકે આમ ૨૧ વર્ષ ૪ માસ ૨૦ દિવસની શૈક્ષણિક ફરજ બજાવી વય નિવૃત્ત થતા હતા. જે પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિદાય સાથે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર કિશોરસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સુમંગલમ ટ્રસ્ટ પ્રમુખ સત્યકાન્ત જોશી, મંત્રી હિરેન દેસાઈ,આચાર્ય ઘનશ્યામ ગાવીત, કાર્યકારી પ્રમુખ રામદાસ ગાયકવાડ, ડાંગ જિલ્લા માધ્યમિક સંઘ પ્રમુખ ખુશાલ વસાવા, ડાંગ જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ રામા ચૌધરી વગેરે હાજર રહ્યા હતા. અને કિશોરસિંહ સોલંકીના નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી રહે તેવી સૌએ કામના કરી હતી. તેમજ દરેકે પોતાની યથાશક્તિ પ્રમાણે તેમને ભેટ આપી હતી…

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close