વાલોડ ખાતે તાલુકા કક્ષાનો “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળો યોજાયો

Listen to this article

વાલોડ ખાતે તાલુકા કક્ષાનો “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળો યોજાયો

યોજનાકીય સ્ટોલો પ્રદર્શન, સેલ્ફી પોઇન્ટ, સીગ્નેચર કેમ્પ તેમજ આંગણવાડી કાર્યકરોએ ગરબો રજુ કર્યા

તાપી : તા.28: મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની સંકલિત બાળ વિકાસ યોજના અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” થીમ આધારીત વાલોડ તાલુકામાં ખાદી કુટીર, શબરી આશ્રમ વેડછી ખાતે માન. અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ સમિતી અધ્યક્ષ જિલ્લા પંચાયત તાપી તૃપ્તીબેન પટેલના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ.

      તાપી જિલ્લામાં “કિશોરી મેળા”ની ઉજવણી નિમિત્તે મહિલા અને બાળ વિભાગ અને આઇસીડીએસ તાપીના સંયુક્ત ઉપક્રમે શબરી આશ્રમશાળા વેડછી, વાલોડ ખાતે તાલુકા કક્ષાનો “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળો યોજાયો હતો.

    આ પ્રસંગે સશક્ત અને “સુપોષિત કિશોરી અભિયાન” મેળામાં પ્રસંગિક ઉદ્બોધન આપતા આઈ.સી.ડી.એસ.ના CDPO નયંતિકાબેન ચૌધરી જણાવ્યું હતુ કે, કિશોરીઓને સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વનિર્ભરતા તથા કોઈ પણ સમસ્યા અંગે વાતચીત અને સલાહ સુચન લેવામાં ખચકાવુ ના જોઈએ એમ સમજ કેળવીને “પૂર્ણા યોજના” અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

       આ પ્રસંગે અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ સમિતી જિલ્લા પંચાયત તાપીના તૃપ્તીબેન પટેલે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત”થીમ અંતર્ગત કિશોરીઓને સ્વાસ્થય,સુરક્ષા અને સ્વનિર્ભરતા તથા આંગણવાડીમાં આપવામા આવતી તમામ સેવાઓ તેમજ ખાતાકીય યોજનાઓનો બહોળા પ્રમાણમા લાભ લેવો જોઇએ એમ જણાવ્યુ હતુ. તેમજ જુદા-જુદા વિભાગો દ્વારા “કિશોરી મેળા”માં કિશોરીઓના જન્મ શિક્ષણ સલામતી, સુરક્ષા અને સશક્તિકરણ માટે, પુર્ણા યોજના અંગે,આંગણવાડીમાં નિયમિત આપવાના લાભ, પોષણ આરોગ્ય અને શિક્ષણ, વિશે તેમજ દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા અંગેની જાગૃત કર્યા હતા.
         જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના જીગ્નેશભાઇ ગામીત દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી જેમા, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુન:લગ્નઆર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના અને સખી વન સ્ટોપ સેન્ટરની માહીતી આપવામાં આવી હતી.

        એડવોકેટ કિરણસિંહ રાઠોડ અને એડવોકેટ પ્રિયંકાબેન દ્વારા પોક્સો એક્ટ અંગેની સમજ કિશોરીઓને આપી તેમજ એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર – મૈસુદાબેન ગામીત દ્વારા હેલ્થ હાઇજીનની માહીતી આપવામાં આવી તથા પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટરની માહીતી પ્રિયંકાબેન દેસાઇ- તાપી કાઉન્સેલર દ્વારા આપવામા આવી હતી.

        આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ કિશોરીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત”થીમ અંતર્ગત વિવિધ વિભાગોના યોજનાકીય સ્ટોલો પ્રદર્શન માટે મુકવામાં આવ્યા હતા. જેથી કિશોરીઓને લગતી યોજનાઓની મહિતી તેમને એકજ સ્થળેથી મળી રહે અને સેલ્ફી પોઇન્ટ, સીગ્નેચર કેમ્પ તેમજ આંગણવાડી કાર્યકરોએ ગરબો રજુ કર્યા હતા.

        આ પ્રસંગે મહિલા કલ્યાણ વિભાગ હેઠળના તથા આઇસીડીએસ-તાપીના અધિકારી કર્મચારીઓ, DHEW સ્ટાફ, PBSC સ્ટાફ, આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યાઓમાં કિશોરીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close