ડાંગ જિલ્લા કોંગ્રસ સમિતિનાં કાર્યક્રમમાં ફેરફાર કરતી સુચના આપવામાં આવી
ખાસ અગત્યની સૂચના
ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાની હેઠળ સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણના વિરોધના પ્રોગ્રામ ની તારીખ બદલવામાં આવેલ છે જે નીચે મુજબ નવી તારીખ જાહેર કરેલ છે.
આથી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મોતીલાલ ચૌધરી નું જણાવાનું કે, તમામ જિલ્લા / તાલુકા કોંગ્રેસ સંગઠના હોદ્દેદારો, આગેવાનો, જિલ્લા / તાલુકાના ચુટાયેલા સદસ્યો, સરપંચશ્રીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે તા. ૩૧/૧૦/૨૦૨૩ ના રોજ આહવા ખાતે રેલી અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ પરંતુ તે દિવસે સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મ જયંતી હોવાથી જાહેર રજા હોય જેથી તા. ૦૨/૧૧/૨૦૨૩ ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના બાબતે જોડાવા આહવા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે તમામ આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ત્યાંથી રેલી સ્વરૂપે મેઇન રોડ થઈ કલેકટર કચેરી સુધી રેલી અને ધરણા કરવાના હોય તો તમામ ડાંગ જિલ્લા કોંગ્રેસના સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના બાબતે હાજર રહેવા વિનંતી છે.
આહવા ભેગા થવાનું સ્થળ : ઇન્ડિયન પેટ્રોલ પંપ (બંધારા) પાસે
ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મોતીલાલભાઈ એસ. ચૌધરી