તાપીમાં દિવાળીના તહેવારને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

Listen to this article

તાપી તા.૨૭: આગામી સમયમાં દિવાળી તથા અન્ય તહેવારોની ઉજવણી થનાર છે. આ તમામ તહેવારોને અનુલક્ષીને તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતિ જળવાઇ રહે એ માટે દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/ હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી ૨ક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકર માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિપિન ગર્ગે જાહેરનામું બહાર પાડી ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

       ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ હોવાથી, આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહિ. ભારે ઘોંઘાટવાળા ફટાકડાનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહિ.ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ માન્ય રાખવામાં આવેલ ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનો ઉપયોગ કરી શકાશે નહિ.

         દિવાળીના તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રે ૦૮:00 થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે.તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૩૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. હોસ્પિપટલો, નર્સરીહોમ, આરોગ્ય કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
લોકોને અવગડ ઉભી ન થાય તથા કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તાપી જિલ્લાના જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ, એલ, પીજી ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો કે ઇલેકટ્રીક સબ સ્ટેશનની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.

        કોઈ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી.હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇ પણ વેન્ડર, લારી-ગલ્લા હંગામી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સામે સંબંધિત અધિકારીશ્રીઓએ એક્સપ્લોઝીવ એક્ટ. ૧૮૮૪ તથા ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close