તાપી જિલ્લા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ

Listen to this article

       મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે આગામી તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર) અને તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર) તથા તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર) અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર) ના દિવસોએ બુથ લેવલ ઓફિસર મતદાન મથકના સ્થળે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ ક્લાક સુધી હાજર રહેશે.

 તાપી: તા.૨૭: તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા (અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્ય નિર્વાચન અધિકારીનું કાર્યાલય, ગુ.રા. ગાંધીનગર દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

                 જે અનુસંધાનમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૯/૧૨/૨૦૨૩ દરમિયાન બી.એલ.ઓ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન આપના રહેણાંક વિસ્તારમાં ફોર્મ નં.૬ માં નામ ઉમેરવા તથા ફોર્મ નં.૭ માં નામ કમી કરવા માટે નમુનાઓ મેળવી શકશો તેમજ ભરેલ અરજીઓ તે જ સ્થળૉએ પરત આપી શકશો.

              મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે આગામી તા.૦૪/૧૧/૨૦૨૩ (શનિવાર) અને તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર) તથા તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર) અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી કરવામાં આવ્યા છે. જે સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસર મતદાન મથકના સ્થળે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ ક્લાક સુધી હાજર રહી મતદાર સુધારણા કામગીરી કરવામાં આવશે.

              આ કાર્યક્રમમાં તા.૦૧/૦૧/૨૦૨૪ના રોજ કે તે પહેલા જેમના ૧૮ વર્ષ પુરા થયા છે એટલે કે જેનો જન્મ તા.૦૧/૦૧/૨૦૦૬ પહેલા થયો હોય તે મતદારયાદીમાં નામ નોંધણી કરાવી શકાશે.

           મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ હક્ક દાવા અને વાંધા અરજીઓનાં નિકાલ તા.૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે.

            મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૦૫/૦૧/૨૦૨૪ ના રોજ કરવામાં આવશે.

             આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ www.nvsp.in તથા વોટરહેલ્પ લાઇન એપ્લીકેશન (VHA) એપ્લીકેશન પર ઓનલાઇન અરજી પણ કરી શકશો. તેમજ વધુ વિગતો માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર (કામકાજના દિવસ દરમિયાન) સંપર્ક કરી શકશો.

               મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે જાહેર જનતાને પુરતો સહકાર આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તાપી, ડૉ.વિપિન ગર્ગ દ્વારા અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close