વલસાડ જિલ્લામાં કલા મહાકુંભના ઓફલાઈન રજિસ્ટ્રેશનની તા.૨૫-૧૧-૨૦૨૩ સુધી લંબાવાઈ
વલસાડ તા. ૨૭ ઓક્ટોબર
રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજુથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલી કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજયની કલા સંસ્કૃતિથી માહિતગાર થાય તે હેતુથી ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત કલા મહાકુંભ- ૨૦૨૩ની વિવિધ સ્પર્ધાઓનું સુચારૂ આયોજન થાય તેમજ વધુમાં વધુ કલાકારો ભાગ લઈ શકે તે માટે તાલુકા કક્ષા કલા મહાકુંભનું ઓફલાઈન રજિસ્ટ્રેશનની આગામી તા.૨૫-૧૧-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે. તાલુકા કક્ષાના ફોર્મ નીચે મુજબ કન્વીનર શાળાને તા.૨૫-૧૧-૨૦૨૩ સુધીમાં જમા કરાવવાના રહેશે. (૧) વલસાડ- કલ્યાણી શાળા અતુલ વલસાડ, (૨) પારડી – એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, પારડી (૩) વાપી – સેન્ટ ફ્રાંસીસ હાઈસ્કુલ, વાપી (૪) ઉમરગામ- સ્વામીવિવેકાનંદ હાઇસ્કુલ માણેકપોર, ઉમરગામ (૫) ધરમપુર – આદર્શ નિવાસી શાળા, બામટી, ધરમપુર (૬) કપરાડા – એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, કપરાડા તેમજ સીધી જિલ્લા કક્ષા અને સીધી પ્રદેશ કક્ષા સ્પર્ધાના અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફીસની પાછળ, વલસાડથી મેળવી તા.૨૫-૧૧-૨૦૨૩ સુધીમાં કચેરી સમય મુજબ સાંજે ૦૫:૩૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી વલસાડને મોકલી આપવાની રહેશે એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.એમ.જોષીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.