વ્યારાની આર્જવ એન્કલેવ સોસાયટીમાં નવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી

Listen to this article

વ્યારાની આર્જવ એન્કલેવ સોસાયટીમાં નવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણીÌ

તાપી :  તા.27: તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે આવેલ આર્જવ એન્કલેવ સોસાયટી દ્વારા નાના બાળકોમાં હિન્દુ પરંપરા જાગૃત થાય અને આપણા દેશની સંસ્કૃતિથી બાળકો અવગત થાય તેવા શુભ આશય સાથે વિવિધ પર્વો અને તહેવારોની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે છેલ્લા સાત વર્ષથી નવરાત્રી પર્વનું હર્ષ ઉલ્લાસભેર આયોજન આર્જવ એન્કલેવ સોસાયટીના જાગૃત રહિશો દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી પર્વમાં બાળકો અને મહિલાઓ વિવિધ વેશભુષા ધારણ કરી નવરાત્રીની ઉજવણી સૌએ સાથે મળી કરી હતી. જેમા સાતમના દિવસે પ્રાચિન અને અર્વાચિન ગરબા, બાળકો દ્વારા ક્લાસિકલ ડાન્સ રજુ કરવામાં આવ્યા હતા. આઠમના દિવસે સોસાયટીની બહેનો માતાજીની વેશભુષા ધારણ કરી વિવિધ સ્વરૂપોમાં સજ્જ થયા હતા. જ્યારે બાળકો રામાયણના પાત્રોના અવતાર ધારણ કર્યા હતા. સર્વે રહિશોએ સાથે ભક્તિભાવથી જગત જનની માં અંબાની સમુહ આરતી કરી આશિર્વાદ મેળવી ભાવવિભોર બન્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close