અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં ડાંગના ભાઇઓ ગોલ્ડ મેડલ અને બહેનો સિલ્વર મેડલ

Listen to this article

વઘઇ: રાજ્ય ક્ક્ષાની સ્કુલગેમ ઓફ ફેડરેશનની જુદી જુદી સ્પર્ધાઓ હાલ ચાલી રહી છે. જેમાં ખો ખો સ્પર્ધામાં ડાંગના ભાઇઓ ગોલ્ડ મેડલ અને બહેનો સિલ્વર મેડલ મેળવી ડાંગ જીલ્લાને ગૌરવ અપાવ્યું છે. ડાંગ જીલ્લાની ભાઇઓની પસંદગીની ટીમમાં પ્રાથમિક શાળા બીલીઆંબાના 7 ખેલાડી,સરકારી માધ્યમિક શાળા બીલીઆંબા શાળાના 2 ખેલાડી અને જામનવિહિર પ્રાથમિક શાળાના 3 ખેલાડી પસંદ થયા હતા.

રાજ્યકક્ષાની આ રમત અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે તારીખ 20-10-2023 થી 24-10-2023 દરમ્યાન યોજવામાં આવી હતી.જેમાં ભાઇઓની ટીમે અનુક્ર્મે પાટણ,સુરત શહેર,મોરાબી,બાનાસકાંઠા અને ફાઇનલ મેચમાં ભરૂચની ટીમને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. હવે રાષ્ટ્ર્રીય કક્ષાની રમત ઝારખંડ ખાતે રમાનાર છે જેમાં ગુજરાતની ટીમમાં પાર્થ રસીકભાઇ પટેલ,સાગર વસંતભાઇ ડોકિયા,પ્રિન્સ પ્રફુલભાઇ બાગુલ,પિંકેશ મગનભાઇ ઠેંગળ અને રવિ શાંતીલાલ દેવળેની પસંગી થઈ છે. આ ખેલાડીઓ હવે ગુજરાતનું પ્રતિનીધીત્વ કરશે. જ્યારે બહેનોની ટીમે દાહોદ, અરવલ્લી,સાબરકાંઠાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં તાપી જીલ્લાની ટીમ સાથે પરાજય થાતાં સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. બહેનોની ગુજરાતની ટીમમાં પ્રિયંકા સુરેશભાઇ ગામીત,રોશની રમેશભાઇ પવાર,અને પુજા બાબુરાવભાઇ ગામીતની પસંદગી થઈ છે. ડાંગ જીલ્લાની બહેનોની પસંદગીની ટીમમાં પ્રાથમિક શાળા બીલીઆંબાના 6 ખેલાડી,સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 3 ખેલાડી અને જામનવિહિર પ્રાથમિક શાળાના 2 તથા ગોંડલવિહિર પ્રાથમિક શાળાનો 1 ખેલાડી પસંદ થયા હતા.બાળકોની આ સિદ્ધી બદલ તમામ શાળા પરીવાર તરફથી બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ સુબીર તરફથી પણ અભિનંદન આપવામાં આવ્યા હતા. જીલ્લા રમતગમત વિકાસ અધિકારી,અંકુરભાઇ જોશી  તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  નરેન્દ્રભાઇ ઠાકરે  પણ આનંદની લાગણી સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close