સાપુતારા ઘાટમાંટામેટાભરેલો આઇસર ટેમ્પો પલ્ટી માર્યો

Listen to this article

  સાપુતારા  :   ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો..

        પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઇ રહેલ આયસર ટેમ્પો જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં ઉપરના વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઇસર ટેમ્પો સંરક્ષણ દિવાલ કુદીને ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પોનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો.જ્યારે ટામેટાનો જથ્થો પણ વેર વિખેર થઈને ચગદાઈ જતા માલિકને જંગી નુકસાન થયુ હતુ.આ અકસ્માતનાં બનાવમાં ડ્રાઈવર અને ક્લિનરને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન પી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.હાલમાં આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close