ડાંગ જિલ્લાના કડમાળ ગામે “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ” ની ઉજવણી કરાઇ 

Listen to this article

ડાંગ જિલ્લાના કડમાળ ગામે “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ” ની ઉજવણી કરાઇ 

ડાંગ : તા: 23 : સિવિલ હોસ્પિટલ આહવાના નેજા ઠેઠળ પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા-આહવા દ્વારા હારપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચ  ચિંતામણભાઇ સુર્યવંશીની અધ્યક્ષતામા આહવા તાલુકાના કડમાળ ગામે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ” ની ઉજવણી કરવામા આવી હતી.

આ કાર્યક્રમમા સિવિલ હોસ્પિટલના મનોરોગ ચિકિત્સક ડો.અંકિત જે.રાઠોડ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને માનસિક આરોગ્ય તેમજ અંધશ્રદ્ધા વિશે જાગૃત કરવા માટે ખાસ સમજણ આપવામા આવી હતી. તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થિઓ દ્વારા માનસિક આરોગ્ય જાગૃતિ પર આધારીત એક પથ નાટ્ય રજૂ કરવામા આવ્યો હતો.

પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના સંસ્થાપક  પી.પી સ્વામિજી દ્વારા ગ્રામજનોને માનસિક આરોગ્ય વિશેની સમજણ આપવા સાથે સમાજમા ચાલી આવેલી અનેક અંધશ્રધાઓ વિશે જાગૃત રહેવા માટે જણાવાયુ હતુ.

આ કાર્યક્રમમા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શ્રીમતી મનિષાબેન પંચાલ, સામાજિક કાર્યકર્તા   આશિષ એમ વળવી, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-આહવાના કો-ઓર્ડીનેટર  રતિલાલ સુર્યવંશી,  દિનેશભાઇ એસ ઠાકરે, ગામના આગેવાન  ગોવિંદભાઇ એલ પવાર તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close