ડાંગમાં હાલ નવરાત્રી બાદ દશેરા થી દિવાળીમાં તમે જે માવો ખાસો તે ભેળસેળ વાળો તો નથી ને?

Listen to this article

       હાલ નવરાત્રી બાદ દશેરા થી દિવાળીમાં તમે જે માવો ખાઈ રહ્યા છો તે ભેળસેળ વાળો તો નથી ને?
દશેરા – દિવાળી પર મિઠાઈ ખાવાની લોકો મજા લે છે પરંતુ શું આ મિઠાઈ અસલી છે કે નકલી તે માવા માંથી બનેલી મિઠાઈ સ્વાસ્થ્ય ને નુકશાન પહોંચાડી શકે છે.

આવા તહેવાર હોય એટલે મીઠાઈ તો ચોક્કસ ખાવાની આવે. બજારમાં દુકાનો વિવિધ પ્રકારની મીઠાઈઓથી ભરેલી જોવા મળે છે. દિવાળીના અવસર પર એકબીજાને શુભેચ્છા પાઠવવી અને મીઠાઈ ખવડાવવાની વર્ષો જૂની પ્રથા છે.    પરંતુ તમે જાણો છો કે કેટલીક વાર સંબંધોમાં મધુરતા ફેલાવતી આ મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે ઝેર પણ સાબિત થઈ શકે છે. બજારમાં કેટલાક દુકાનદારો નફો કમાવવા માટે ભેળસેળ યુક્ત માવાનો ઉપયોગ કરીને મીઠાઈઓ બનાવતા હોય છે, જે સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

        ત્યારે 90% આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લા માં શું ? આહવા વઘઇ સાપુતારા સુબિર કે અન્ય વિસ્તારોમાં ખુલ્લે આમ બજારો માં વેચાતી મીઠાઈ જલેબીઓ શુધ્ધ હશે ખરી અને પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ડાંગ નાં મોટા ભાગની નાની મોટી દુકાનોમાં મીઠાઈ અને જલેબીઓ કે અન્ય મીઠી ખાધ્ય ચીજવસ્તુઓ પર કાચની કે નાની જાણી ઓ થી ઢાંકવામાં આવતી છે કે નહીં  તે પણ એક સવાલ છે.       ડાંગ જિલ્લા ની ભોળી જનતા તો જે કંઈ બજાર માં આવી વસ્તુ ખરીદારી કરી લઈ જાય અને તે પછી તેઓનુ સ્વાસ્થ્ય બગડે તો કોને પડી છે.
      ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આવેલ આરોગ્ય વિભાગ નાં આલા અધિકારીઓ કોઈ દિવસ જ્યાં રહેતાં છે ત્યાં વડા મથક આહવા ખાતે ખૂલ્લેઆમ વેચાતી આવી ચીજવસ્તુ બાબતે મીઠાઈ ની દુકાનોમાં ચકાસણી કરતાં છે કે તે પણ એક પ્રશ્ન સમગ્ર પંથક માં લોક ચર્ચાએ છે.      ખાસ વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ડાંગ – વલસાડ નાં ફ્રુડ ઇન્સ્પેકટરો તથા સ્થાનિક આરોગ્ય વિભાગ નાં આલા અધિકારીઓ બેદરકારી રાખી રહ્યાં છે.      અને આવી મીઠાઈઓ ની દુકાનદારો સાથે હંમેશાં સંપર્ક માં રહેતાં હોવાનુ પણ ચર્ચાય છે.
         ત્યારે આ બાબતે સ્થાનિક ડાંગ જિલ્લા નાં ઉચ્ચ અધિકારીઓ ગરીબ અને ભોળી ડાંગી પ્રજા નાં સ્વાસ્થ્ય નહીં બગડે અને કોઈ જોખમી બીમારી નાં આવી પડે તેની દયા ખાતર કંઈક યોગ્ય તકેદારી રખાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close