ડાંગ જિલ્લાની સિવિલ હોસ્પિટલ આહવાની આકસ્મિક મુલાકાતે ડાંગ કલેકટર  મહેશ પટેલ –

Listen to this article

 આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાતે ડાંગ કલેકટર  મહેશ પટેલ

સામાજિક સંસ્થાના સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને સેવા, સુવિધા પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા

ડાંગ :  તા: ૨૨: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલની ડાંગ કલેકટર મહેશ પટેલે રવિવારે આકસ્મિક મુલાકાત લીધી હતી.સામાન્ય રીતે રવિવારે જાહેર રજાના દિવસે પ્રશાસનિક અધિકારી, કર્મચારીઓ રજાના મૂડમાં હોય છે ત્યારે, કર્મઠ અને સંવેદનશીલ સ્વભાવના ડાંગ કલેકટર મહેશ પટેલે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ અહીંની ગતિવિધિઓનો તાગ મેળવ્યો હતો.

ડાંગ કલેકટર મહેશ પટેલે સિવિલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછી તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો.દરમિયાન સિવિલ સત્તાવાળાઓ પાસેથી અહીંની સેવા સુવિધાઓનો તાગ મેળવી, લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે, આહવાની સેવાભાવી સંસ્થા ‘જનસેવા’ ના સ્વયંસેવકો સાથે પરામર્શ કરી, વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, પીપલ્યામાળ ગામના ૫૫ વર્ષીય દર્દી  જીવુભાઇ પોસલ્યાભાઈ પવાર કે જેમને બ્લડની તાત્કાલિક આવશ્યકતા જણાતા, કલેકટરે ચાર ટકા જ બ્લડ ધરાવતા આ દર્દી માટે ‘જનસેવા’ સાથે પરામર્શ કરી વ્યવસ્થા હાથ ધરી હતી.

કલેકટર મહેશ પટેલે સિવિલના જુદા જુદા વોર્ડની જાત મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે દર્દીઓ માટેના ભોજન સહિત અહીંની સ્વચ્છતા બાબતે પણ લક્ષ કેન્દ્રિત કર્યું હતું.કલેકટરની  આ મુલાકાત વેળા તેમની સાથે મહેસુલી અધિકારીઓ સહિત સુવિલ સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close