નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નોટીફાઈડ એરિયામાં પાણીની લાઈનોના રૂ. ૪૨ કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Listen to this article

Π   નાણાં ઉર્જા અને પેટોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નોટીફાઈડ એરિયા ખાતે ફેઝ – ૨,૩,૪ અને ૧૦૦ શેડ વિસ્તારમાં પાણી વિતરણ નેટવર્કની પાણીની લાઇનોના નવીકરણના રૂ. ૪૨ કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. જે અંતર્ગત આ વિસ્તારોમાં ૪૦ વર્ષ જૂની લાઇનો બદલી આશરે ૫૫ કિલોમીટર લંબાઈમાં કાસ્ટન આયર્ન( સી.આઈ) પાઈપ લાઈન નાખવામાં આવશે.

જીઆઈડીસીમાં વર્ષ ૧૯૬૯થી પાણી પુરવથા વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્યારેક ભંગાણ પડે તેમજ ઘણી જગ્યાઓએ આંશિક લિકેજ થવાને કારણે પાણનો વ્યય થવાની અને પુરતા પ્રેશરથી પાણી ન પહોચવાની સમસ્યાઓ ઉદભવે છે. જે આ નવીનિકરણથી દૂર થશે. જેથી ઔદ્યોગિક એકમોને પુરતા પ્રેશરથી પાણી મળતાં ઉત્પાદનમાં ઘણા ફાયદાઓ થશે.

ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી પાઇપલાઈનના નવીનિકરણથી ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. ૪૦ વર્ષ પછી પણ પાઈપ લાઈનોમાં ડેમેજ નથી. ભાગ્યે જ ભંગાણની સમસ્યા સર્જાય છે. હવે નવી પાઈપલાઈનોનું કામ એકદમ સારી રીતે થાય, આવનારા અનેક વર્ષો સુધી કોઇ પણ ડેમેજ કે સમસ્યા ન આવે એવું કામ કરાશે. નવી સિસ્ટમથી વોટર મેનેજમેન્ટ સરળ થશે. વાપી એસ્ટેટ આટલા વર્ષોમાં વિખૂટી પડી હોય કે રઝળી ગઈ હોય એવું બન્યું નથી. આ એસ્ટેટના વિકાસનો ફાળો ઉદ્યોગપતિઓ અને વડીલોને જાય છે. વાપી જીઆઇડીસી ગ્રીન બેલ્ટ દ્વારા વૃક્ષો વાવી પર્યાવરણને નુકશાન થતું અટકાવવાનાં પ્રયાસ કરે છે તેમજ સમગ્ર ભારતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતી એસ્ટેટ પણ છે. બિલખાડી સુધી રૂ. ૩૦ કરોડની ડ્રેનેજ સિસ્ટમ અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂરું થશે. અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી પણ ખૂબ ઝડપથી થઈ રહી છે.

મંત્રીના હસ્તે નોટીફાઈડ એરિયા મોબાઇલ એપ પણ લોન્ચ કરાઈ હતી. જેના દ્વારા દરેક બિલો સીધે સીધા એપ દ્વારા જ ચૂકવી શકાશે.

કાર્યક્રમમાં વીઆઇએ પ્રમુખ સતિશભાઈ પટેલ, વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન હેમંત પટેલ, વીઆઈએ ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, વીઆઈએ સેક્રેટરી કલ્પેશ વોરા, વીઆઈએ એડવાઇઝરી બોર્ડના મેમ્બર સર્વે નાનુભાઈ બાંભરોલીયા, એ.કે.શાહ (મામા), ચૈતન્ય ભટ્ટ, યોગેશ કાબરિયા, નોટિફાઇડ ચીફ ઓફિસર દેવેન્દ્ર સગર,  સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઇ, ઉદ્યોગપતિઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close