આહવા એસ.ટી.ડેપોના તંત્ર દ્વારા આહવા થી કોટબા રૂટની બસ સ્કુલ સમય બાદ દોડાવતા વિદ્યાર્થીઓ પરેશાન

Listen to this article

 ડાંગ : 

  ડાંગ જિલ્લા ના એક માત્ર આહવા એસ.ટી.ડેપો ના તંત્રની બેદરકારી ના કારણે વિદ્યાર્થીઓને સ્કુલના સમયે સમયસર પહોંચવા ખાનગી વાહનમાં અપડાઉન કરવા મજબુર થતાં વિધ્યાર્થીઓ ઘણા પરેસાન થઇ રહ્યાના ગણગણાટ સંભળાઇ રહેવા પામેલ છે 

     પ્રાપ્ત અહેવાલ મુજબ શાળાઓમાં અભ્યાસ  કરતાં વિધ્યાર્થીઓ માટે શાળાનો સમય સવારે ૧૦:૩૦ થી ૦૪:૩૦ છે.; જ્યારે એસટી બસ  સવારે ૧૦:૧૫ કલાકે આહવા થી કોટબા તરફ (૧૪ કિમી) જઇ અને પરત ૧૧:૦૦ કલાકે આવી, સાંજે ૦૩:૨૦ કોટબા જઇ પરત ૦૪:૨૫ કલાકે આવે છે.આહવા તાલુકાનાં કોટબા,ધવલીદોડ,ઘુબીટા અને ગોંડલવિહિર ગામના અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સમયસર બસ ન આવતા દરરોજ સ્કુલમાં મોડા પહોચે છે. અને એક જ રૂટ પરના આ ગામો માંથી કાયમ માટે ૩૦ થી ૪૦ વિદ્યાર્થી તથા મુસાફરો એસ.ટી બસમાં અવર જવર કરતા હોય છે.પરંતુ સમયસર બસ નહી આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો ખાનગી વાહનોમાં વધુ ભાડુ ખર્ચ કરવા મજબુર બન્યા છે.આહવા એસ.ટી.બસ ડેપો દ્વારા વિદ્યાર્થીઓ માટે ચાલુ કરેલ રૂટ કોટબા થી આહવા એસ.ટી બસ સવારે ૧૧:૦૦ વાગ્યા મોડી પોહચતા વિદ્યાર્થીઓને સ્કુલમાં જવા મોડુ થાય છે. જ્યારે વિદ્યાર્થીઓનો સ્કુલ સમય સવારનો ૧૦:૩૦ વાગ્યાનો હોય પરંતું બસ મોડે પહોચતા સ્કુલમાં પેલો એક પીરીયડ પૂરો થઈ જતાં શિક્ષક પણ મોડા આવતા હોવાની ઠપકો આપતા હોય.જેથી વિદ્યાર્થીનીઓને પોતાની સ્કુલ આહવા પહોચવા માટે ખાનગી વાહનોમાં વઘુ ટિકિટ ભાડા ખર્ચી જવાં મજબુર બનવું પડે છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવેલ રૂટ અગાઉ સમય પ્રમાણે બસ આવતી હતી.પરંતુ છેલ્લા ૪ મહિના થી મોડી પહોચે જેના કારણે સ્કુલમાં પહોચતા મોડુ થાય જેથી અભ્યાસ પર અસર પડે છે.મજબુરન અમે ખાનગી વાહનોમાં વધુ ભાડું ચુકવી અપડાઉન કરવું પડે છે. જેના કારણે અમે પાસનાં રૂપિયા તો પહેલા જ ચુકવી દેતા હોય પરંતું અમને પાસ સુવિધાનો ખુબ ઓછો ઉપયોગ થાય છે. આ બાબતે એસ.ટી ડેપો મેનેજર ને રજુઆત પણ કરી હતી.પરંતુ રૂટ સેટ નથી થતો એવો ઉટ્પટાંગ જવાબ આપવામાં આવે છે.આ અંગે અગાઉ પણ પેપરના પાને આવેલ હતું. છતા પણ ડેપો મેનેજર ને કોઇ ફરક પડતો નથી એવું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.સ્કૂલના સમયે એસ.ટી બસ સમયસર પહોંચે તો તમામ વિદ્યાર્થી ઓના અભ્યાસ ન બગડે અને સમયસર સ્કૂલે પહોંચી સકે છે. જેથી વિદ્યાર્થીની ઓનાં હિતમાં સ્કુલ સમય પહેલા સવારે ૦૯:૩૦ વાગે કોટબા થી આહવા અને સ્કુલ છુટવાનો સમય બાદ ૦૫:૦૦ વાગે આહવા થી કોટબા માટે સમય મુજબ એસ.ટી બસ સેવા ચાલુ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ ઉઠી હતી. આ બાબતે આહવા ડેપો મેનેજર દ્વારા ધ્યાન આપવામા ન આવે તો વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે.તેમ પ્ણ વિધ્યાર્થીઓમાં ચર્ચાઇ રહેલ છે.ત્યારે આ બાબતે ડાંગ ધારાસભ્ય પણ જરુરી ધ્યાન આપે તેવી પણ ચર્ચાઓ ચાલી રહેલ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close