સાપુતારા ખાતે પેટ્રોલ પંપ પર ડીઝલ ટેન્કનું કેપીસીટર ફાટતા એકાએક આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

Listen to this article

 ગિરિમથક સાપુતારા ખાતે આવેલ પેટ્રોલપંપ પર સંચાલકોની બેદરકારીનાં પગલે ડીઝલ ટેન્કનું કેપીસીટર ફાટતા એકાએક આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે એકમાત્ર વૈભવ પેટ્રોલ પંપ આવેલ છે.આજરોજ વૈભવ પેટ્રોલ પંપનાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવવા પામી છે.મોડી સાંજે સાપુતારાનાં પેટ્રોલ પંપ પર ડીઝલની ટાંકીનાં ઉપરનાં ભાગે આવેલ વાલ કેપેસીટરમાં એકાએક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી.અહી પેટ્રોલ પંપ પર એકા એક આગ ભભૂકી ઉઠવાની ઘટનાનાં પગલે પ્રવાસી વાહનો સહીત સ્થાનિકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે પેટ્રોલ પંપ પર કામ કરતા વર્કરોએ સમય સુચકતા વાપરી ફાઇરનાં બાટલા વડે આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટનાની જાણ સાપુતારા નોટિફાઈડ વિભાગ સહીત પોલીસ અને જી.ઈ.બીને થતા તુરંત જ તંત્રની ટીમો ફાઇર ફાઈટર વાહન સાથે પેટ્રોલપંપ ખાતે ધસી ગયા હતા.અહી સાપુતારાનાં પેટ્રોલપંપ પર આગ ફાટી નીકળવાની ઘટનાનાં પગલે એક વર્કરને નજીવી ઇજા પોહચી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે અહી એકાએક બનેલ ઘટનાનાં પગલે પેટ્રોલપંપનાં મેનેજરનું પણ પ્રેસર વધી જતા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.હાલમાં વહીવટી તંત્રની ટીમે મોટી દુર્ઘટના ન બને તે માટે સાપુતારા પેટ્રોલપંપનું વીજ કનેકશન બંધ કરવામાં આવ્યુ છે.તથા પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જીનું વેચાણ બંધ કરવામાં આવેલ છે.ગિરિમથક સાપુતારા ખાતે પેટ્રોલપંપનાં સંચાલકોની મેન્ટેનન્સનાં નામે બેદરકારીનાં પગલે આ ઘટના બની છે.જોકે તુરંત જ આગ ઓલવી દેવાતા મોટી દુર્ઘટના ટળી છે.જોકે આવનાર દિવસોમાં સાપુતારા પેટ્રોલ પંપ ખાતે સંચાલકો દ્વારા પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી ટાંકીઓનું સમયસર મેન્ટેનન્સ ન કરવામાં આવે તો સમગ્ર સાપુતારા આગની લપેટમાં આવી જશે જેમાં બેમત નથી.જેથી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પેટ્રોલપંપનાં સંચાલકો સામે લાલ આંખ કરે તે જરૂરી બની ગયુ છે.આ બાબતે સાપુતારા નોટિફાઈડ એરિયાનાં નાયબ મામલતદાર મેહુલભાઈ ચરપટને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે સાપુતારા પેટ્રોલપંપ પર ડીઝલ ટેન્કનાં વાલ્વની ઉપર આગ લાગવાની ઘટના સામે આવી છે.જેના પગલે અમોએ તુરંત જ ફાઇર ફાઈટરનું વાહન મોકલ્યુ હતુ.પરંતુ હાલમાં આગ કાબુમાં લેવાઈ ગઈ છે…

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close