સોનગઢ તાલુકાના બાવલી ગામ ખાતે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી

Listen to this article

 સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર કા.યુ. ઉકાઈ કેન્દ્ર દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બાવલી ગામમાં માછીમારી કરતાં બેહનો માટે ૧૫મી ઓકટોબર, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા” દિવસની ઉજવણીના ભાગ રૂપે એક દિવસીય પરિસંવાદ “એન્ટરપ્રેન્યરશીપ ડેવલોપમેન્ટ ઓફ રૂરલ વુમન ઇન ફિશરીઝ” આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. એમ. ચૌહાણ તેમજ સેન્ટર ઓફ એક્સલન્સના વડા ડો. સ્મિત આર. લેન્ડે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ વિભાગમાં રેહતા મહિલાઓનો કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં મોટો ફાળો વૈશ્વિક સ્થરે રહે છે. માછીમારી અને મત્સ્ય વ્યવસાયમાં આધુનિક સમયમાં મહિલાઓ માટે વ્યવસાયીક ઢબે પુષ્કળ તકો છે.વૈશ્વિક સ્થરે મત્સ્યપાલન વ્યવસાયમાં ગ્રામીણ વિભાગના બેહનોની પુષ્કળ સફળ ગાથાઓ પ્રસિદ્ધ છે.આ કાર્યક્રમ દરમિયાન ડો. એન. એમ. ચૌહાણ સાહેબ દ્વારા મહિલાઓને મત્સ્યપાલન ક્ષેત્રે આગળ આવીને ઉધ્યોગસાહસિક થવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન બાવલી ગામની ૧૦૦ જેટલી બેહનો હાજર ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર કા.યુ. ઉકાઈ કેન્દ્ર દ્વારા ફિશિંગ માટે ઉપયોગી કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આભારવિધિ  જીગ્નેશ મેવાડા તાલીમ સહાયક સી. ઑ. ઈ. ઉકાઈ દ્વારા કરવામાં આવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close