બિલીમોરા આઈ.ટી.આઈ. ખાતે પદવીદાન સમારોહની ઉજવણી કરાઈ

Listen to this article

નવસારી :  બિલીમોરા આઈ.ટી.આઈ. દ્વારા વર્ષ જુલાઇ-૨૦૨૩ માં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થામાં કારીગર તાલીમ યોજના હેઠળ ચાલતાં વિવિધ ૭ સેક્ટરનાં કુલ ૨૩ ટ્રેડમાંથી ૧૩૫૮ જેટલાં પદવીધારકો, જેમાં ઈ લેક્ટ્રિકલ ગ્રુપના ૧૭૦, મિકેનિકલ ગ્રુપના ૪૪૭, કેમિકલ ગ્રુપના ૨૦૩, કોમ્પ્યુટર ગ્રુપના ૨૭૦, ઓટોમોબાઈલ ગ્રુપના ૧૩૫, સિવિલ ગ્રુપના ૫૨ તથા ગારમેંટ ગ્રુપના ૮૧ તાલીમાર્થીઓને નવસારી અને વલસાડ જિલ્લાના વિવિધ સાહસિક ઉધ્યોગવીરોના હસ્તે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ATUL LTD., WAAREE ENERGIES LTD. , GOLDI SUN PVT.LTD., CEBON APPAREL PVT LTD., BIPICO IND. (TOOLS) PVT.LTD., ACEY ENGINEERING PVT.LTD., NHB BALL & ROLLER LTD. તથા HLE GLASSCOAT LTD. જેવી પ્રતિસ્થિત કંપનીઓના પ્રતિનિધિઓ  ઉપસ્થિત રહયા હતાં.સંસ્થાના આચાર્ય શ્રી પી. એસ. પટેલ દ્વારા સર્વ તાલિમાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી, આ સંસ્થા પુરા ભારતવર્ષની સૌથી મોટી આઈ.ટી.આઈ. અને સૌથી શ્રેષ્ઠ પૈકીની એક છે. જે નવસારી જિલ્લાના ગૌરવસમાન છે તેમજ આ સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ વિવિધ સિધ્ધિઓ જેવી કે બેસ્ટ આઇ.ટી.આઈ. એવોર્ડ, સંસ્થાનું ઉચ્ચ DGET ગ્રેડિંગ (૮.૪ આઉટ ઓફ ૧૦), ૧૦૫ % એપ્રેન્ટીસ લક્ષ્યાંક સિધ્ધી, ૧૦૦ થી વધુ કંપનીઓ સાથે MOU, ૭૦ % થી વધુ પ્લેસમેન્ટ સિધ્ધિ વદલ સંસ્થા સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.સમારોહના ચિફ ગેસ્ટ ATUL LTD.  ના VICE PRECIDENT શ્રી કે.એમ.દેસાઈએ પોતાના ૫૨ વર્ષની કેરીઅરના અનુભવના આધારે તાલીમાર્થીઓને રોજરોજ કંઈક નવું શિખવું અને સતત એનાલીસીસ કરતા રહેવું જે તમને કેરીઅર ગ્રોથમાં ખુબ જ મદદરૂપ સાબિત થશે એવું જણાવ્યું. WAAREE ENERGIES LTD. ના મેનેજર HR સગર ગુલાણીએ જણાવ્યું કે સ્કીલ મેનપાવર એ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન છે. GOLDI SUN PVT. LTD. ના HR & IR શ્રી નેવીલ પીઠાવાળાએ બિલીમોરા આઇ.ટી.આઈ. ની તાલીમની ગુણવત્તા ખુબા જ ઉંચી હોય. તાલીમાર્થીઓને તેમના કેરીયર માટે ઓફર કરી. જ્યારે ACEY ENGINEERING PVT.LTD. ના સિનિયર મેનેજર HR શ્રી કિરન વર્યાએ Technical skill ની સાથે-સાથે Behaviour Skill, Communication Skill  અને  problem solution skill વિકસાવવા પર ભાર મુક્યો હતો.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close