નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023માં ડાંગનાં 6 યુવા ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં કુલ 19 મેડલ મેળવ્યા.

Listen to this article

 . પ્રાપ્ત વિગતો અનુસાર ગત 11 થી 13મી ઓક્ટોબર દરમિયાન નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ સમર ચેમ્પિયનશિપ 2023 મહારાષ્ટ્રનાં પુણે બાલેવાડી સ્ટેડિયમમાં યોજાઈ હતી.જેમાં ગુજરાત રાજ્યમાંથી કુલ 30 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવેલ હતુ. જેમાં ગુજરાતની ટીમમાં ડાંગ જિલ્લાનાં 6 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયુ હતુ.આ ટીમમાં 3 ગર્લ્સ વિધાર્થીનીઓનું સિલેક્શન થયુ હતુ જેમાં સિનિયર ગર્લ્સ વિદ્યાર્થીનીઓમાં સહારે ભાવનાબેન અનદભાઈ રે. નાંદનપેડા જેમને ટીમ ગેમમાં ગોલ્ડ મેડલ અને ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.જ્યારે જુનીયર ગર્લ્સમાં બે દીકરીઓમાં જોશી અનન્યાબેન મહેન્દ્રભાઈ સેવન્થ ડે સ્કૂલ આહવાએ ટીમ ગેમમાં સિલ્વર મેડલ ટીમ ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ અને ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.અનેઆકાંક્ષાબેન જેકબ ભાઈ સન્ડે ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા આહવા જેને ટીમ ગેમમાં સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ, ટીમ ડિસ્ટન્સ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અને એન્ટિવિઝન ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.જ્યારે જુનિયર બોયમાં મિતેશભાઇ ગોકુલભાઈ પરદેશી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા આહવાએ ટીમ ગેમમાં અને ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.અને યુથ બોયમાં રાહુલભાઈ શ્યામભાઈ સિંધ સેવન્થ ડે સ્કૂલ આહવાએ ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ અને ટીમ ડિસ્ટન્સ સિલ્વર મેડલ મેળવ્યો છે, સિનિયર બોયઝમાં પૃથ્વી ભાઈ વસંતભાઈ ભોએ એ ટીમ ટાર્ગેટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને એન્ટિવિઝન ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ છે.ગુજરાત ટીમે કુલ 71 મેડલ મેળવ્યા છે.જેમાંથી ડાંગનાં વિદ્યાર્થીઓએ કુલ 19 મેડલ મેળવી નામ રોશન કર્યું છે.ડાંગનાં વિદ્યાર્થીઓને આઈસ સ્ટોક ગેમમાં કોચ અને ટ્રેનર તરીકે પૃથ્વીભાઈ ભોયે,જ્યારે હેડ કોચ તરીકે વિકાસ વર્મા સૂરતનાઓએ સફળ ભૂમિકા અદા કરતા સૌને અભિનંદન પાઠવ્યા હતા..

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

विज्ञापन बॉक्स (विज्ञापन देने के लिए संपर्क करें)


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे
Donate Now

जवाब जरूर दे 

क्या आप मानते हैं कि कुछ संगठन अपने फायदे के लिए बंद आयोजित कर देश का नुकसान करते हैं?

View Results

Loading ... Loading ...

Related Articles

Back to top button
Close